નાગપુરમાંથી કુલ કી. 21,300ના મુદ્દામાલ સહિત 8 જુગારીઓને ઝડપી પાડતી બાલાસર પોલીસ

copy image

બાલાસર પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, નાગપુરના કોલીવાસમાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી એહયા છે.  મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગયે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા બાબુભાઇ ધનાભાઇ કોલી, નાગજીભાઇ રામજીભાઇ કોલી, સુરેશભાઇ રામજીભાઇ કોલી, લાલજીભાઇ ગાંગાભાઇ કોલી, અરજણભાઇ સોમાભાઇ કોલી, શિવાભાઇ સામાભાઇ કોલી, દેવાભાઇ ધનાભાઇ કોલી અને મુકેશભાઇ અરજણભાઇ કોલીને રૂ.12,000 રોકડા તથા રૂ.9,300 ની કિંમતના 5 મોબાઇલ સહિત કુલ રૂ.21,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.