અજરખપુર એલ.એલ.ડી.સી. ખાતે હસ્તકલાની ક્રાફ્ટ સ્પર્ધા-કલાંજલિનું આયોજન કરવામાં આવશે
ચંદાબેન શ્રોફ ‘કાકી’ની 7મી પુણ્યતિથિ નિમિત્તે ગત તા.23/8ના રોજ અજરખપુર ખાતે આવેલ એલ.એલ.ડી.સી. માં હસ્તકલાની ક્રાફ્ટ સ્પર્ધા-કલાંજલિનું આયોજન કરવામાં આવેલ છે.
કચ્છભરના 12થી 18 વર્ષના કસબીઓ, કારીગરો અને હસ્તકલા રસિક યુવાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. આજના બાળકો અને યુવાઓ જે રીતે હસ્તકલાઓ તેમજ સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે તેઓ એમાં ફરી રસ જાગે અને પોતાના વારસાને જાળવી રાખે એ હેતુને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કચ્છની વિવિધ હસ્તકલાઓ એવી – બ્લોક પ્રિન્ટ, મડવર્ક, ભરતકામ, લેકરવર્ક, લેધરવર્ક, પોટરી, વણાટકામ, રોગાન, સ્ટોન કારવિંગ, વૂડ કારવિંગ, એપલિક વર્ક, નામદા અને બિડ વર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનનો છેલ્લી તારીખ તા.18/8 અને વધુ માહિતી માટે (02832) 229090 પર સંપર્ક કરી શકાશે તેમજ તા.23ના સવારે 9 વાગ્યે એલ.એલ.ડી.સી. ખાતે રૂબરૂ આવવાનું રહેશે. સ્પર્ધકોને પોતાના સ્થળેથી મ્યુઝિયમ ખાતે આવવા-જવા માટેના બસ ભાડાની તેમજ ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.