ગાંધીધામના કાર્ગો નજીક મળી આવેલ યુવાને સારવાર દરમીયાન અંતીમ શ્વાસ લીધા
copy image
ગાંધીધામ શહેર ખાતે આવેલ કાર્ગો નજીક અગાઉ બેભાન મળી આવેલા 35 વર્ષીય અજાણ્યા યુવાને સારવાર દરમ્યાન જીવનના અંતીમ શ્વાસ લીધા હતા. મળેલ માહિતી અનુસાર શહેરના કાર્ગો પેટ્રોલપંપ નજીક ગત દિવસે 35 વર્ષીય એક અજાણ્યો યુવાન બેભાન અવસ્થામાં મળી આવેલ હતો. આ યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ યુવાન કોણ છે તેની ઓળખ માટે તથા તેનું મોત કેવી રીતે થયું તે અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.