ભુજના યુવાનને  ભીવંડીમાં 4.55 લાખના મેફેડ્રોન કેફીદ્રવ્ય સાથે ઝડપી પાડવામાં આવ્યો

copy image

ભુજનો અસલમ અબ્દુલકાદીર સમા નામના  યુવાનને ભીવંડીમાં 4.55 લાખના મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ યુવક અહીંના ડ્રગ ડિલિવરી નેટવર્ક સાથે કોઈ સંબંધ ધરાવે છે કે કેમ તે બાબતે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આંતરરાજ્ય ડ્રગ હેરફેર સહિતના જુદા જુદા એન્ગલ અંગે તપાસ હાથ ધરી છે. કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા જાણવા મળેલ હતું કે, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ગત બુધવારે ભીવંડી વિસ્તારમાં રંજનોલી નાકા ખાતે ગુજરાત ભુજના રહેવાસી અસલમ અબ્દુલકાદીર સમાને પકડીને પૂછપરછ કરેલ હતી. પોલીસને તપાસ દરમિયાન તેની પાસેથી  65.78 ગ્રામ મેફેડ્રોન મળી આવેલ હતું, જેની કિંમત અંદાજે રૂા. 4.55  લાખ છે, એમ જાણવા મળ્યું હતું. આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી આ મેફેડ્રોન ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવા માગતો હતો તેની વિગત મેળવવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.