ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે લાયજાના આરોપીને કેદ-દંડનો હૂકુમ જાહેર કર્યો

copy image

ઘઉંની  બદલ માટે આપવામાં આવેલ રૂા. 77 હજાર અને રૂા. 40 હજારના જુદા-જુદા બે ચેક બેંકમાંથી પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન જાહેર કરી એક-એક વર્ષની કેદ-દંડ તથા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. માંડવી ખાતે આવેલ બાગ ગામના જયંતીલાલ દયારામ મોતા અને અતુલ જયંતીલાલ મોતા પાસેથી આરોપી અસલમે ઘઉં ખરીદ્યા હતા. આ પેટે આપવામાં આવેલ બંને ચેક પરત થયા હતા. આ બાબતે નોંધાયેલા કેસમાં માંડવીની કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીને એક-એક વર્ષની સાદી કેદ અને રૂા. 5000નો દંડ તેમજ ચેકની રકમ ચૂકવવા અને તેમ કરવામાં જો ચૂક થાય તો વધુ 90-90 દિવસની કેદનો હુકમ જાહેર કર્યો હતો.