ભુજના નરસિંહ મહેતા નગરમાં રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા તેમજ હર ઘર તિરંગા અભિયાન હેઠળ નાના બાળકો પણ ત્રણ પૈડા વાળી સાયકલમાં તિરંગા યાત્રા કાઢી
ભુજ. સ્વતંત્રતા પર્વની નિમિતે આઝાદીના અમૃત મહોત્સવરાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા તેમજ દેશભક્તિ ગીતો તેમજ હર ઘર તિરંગા મહોત્સવના ભાગરૂપે શહેરની નવી રાવલ વાળી સ્થિત નરસિંહ મહેતા નગરમાં નાના ભૂલકાઓ પણ ત્રણ પૈડા વાળી સાયકલ દ્વારા તિરંગા યાત્રા નગરમાં ફેરવી હતી. દેશભક્તિના ગીતો સાથે આ નગરયાત્રા નગરની શેરીઓમાં ફરી હતી શેરી નંબર પાંચ ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં બાળકો હોંશ ભેર ત્રણ પૈડા વાળી સાયકલમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના ગીતો લલકારી અને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તકે
દેશભક્તિ ના ગીતો ગાવા અને રાષ્ટ્ર ધ્વજ દોરવાની સ્પર્ધામા બાળકોએ ભાગ લીધો તેમજ બાળકો માટે રાષ્ટ્ર ધ્વજ દોરવાની અને દેશભક્તિના ગીતોની હરીફાઈ યોજાતા જેમાં બાળકોએ ભાગ લીધો હતો આ તકે બાળકોને રાષ્ટ્રધ્વજનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આરંભમાં બાળકોએ રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આજના ચિત્ર સ્પર્ધા અને દેશભક્તિના ગીતોની હરીફાઈના ઈનામો આપવામાં આવશે, આ તકે નગરના અગ્રણી દર્શક અંતાણી,મહેશ ભાઈ સોની, તેમજ નયન ભાઈ શુક્લ,તેમજ , કાર્તિક અંતાણી, શિવાંગ અંતાણી, તેમજ મહિલાઓમાં સ્મિતાબેન અંતાણી, ભૂમિ કે અંતાણી, તેમજ ઉમાબેન સોની,સ્વાતિ બેન સોની,વિગેરે જોડાયા હતા ત્રણ પૈડા વાળી સાયકલ સાથે તિરંગા યાત્રામાં બાળકોમાં પણ દેશ પ્રેમ અત્યારથી જાગૃત થાય તેવા ઉમદા હેતુ સાથે નરસિંહ મહેતા નગરમાં દેશભક્તિ ગીતો તેમજ રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા,અને ત્રણ પૈડાવાળી સાયકલ દ્વારા તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ભૂમિબેન કે અંતાણી અને સ્વાતિબેન સોની દ્વારા પ્રસંગે પ્રવચનમાં દેશભક્તિ માં બાળકો અત્યારથી જ રંગાયા તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા દર્શક અંતાણી, એ કરી હતી,તેમજ ત્રણ પૈડા વાળી સાયકલ તિરંગા યાત્રા પહેલા મોટા બાળકોની પણ સાયકલ યાત્રા નીકળી હતી તે પણ આખા નગરમાં ફરી અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પણ બાળકો હોય સાયકલ તિરંગા યાત્રામાં જોડાયા હતા ત્યાર બાદ
ત્રણ પૈણાવાડિ સાયકલ માં તિરંગા યાત્રા આકર્ષણનો કેન્દ્ર બની હતી દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા નગરમાં ફરી વળી હતી અત્રે ઉલ્લેખનીએ છે કે નરસિંહ મહેતા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશભક્તિના અન્ય કાર્યક્રમો સાથે 26 જાન્યુઆરીને 15 મી ઓગસ્ટના ધ્વજવંદન પણ કરવામાં આવે છે અને વિવિધ સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવે છે આ રીતે હર ઘર તિરંગા અભ્યાન હેઠળ નરસિંહ મહેતા નગર પણ આ અભિયાનમાં જોડાવ્યું હતું