ભુજ ખાતે આવેલ નાગોર-રાયધનપર માર્ગ પર બાઈક સ્લીપ થતાં સર્જાયું અકસ્માત : પ્રૌઢનું મોત
copy image
ભુજ ખાતે આવેલ નાગોર-રાયધનપર માર્ગ પર ગાય આડી આવી જતાં બાઈક સ્લીપ થવાના કારણે નાગોરના જગદીશ મનજી સોરઠિયાનું અકસ્માત થયું હતું. અકસ્માત દરમીયાન તેમણે ગંભીર ઇજાઓ પહોચવાના કારણે તેમનું મોત મીપજ્યું હતું. ભુજ ખાતે આવેલ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેના પોલીસ મથકમાં લખાવાયેલી વિગતો અનુસાર, બાઈક ચાલક જગદીશભાઈ તથા સવાર પ્રવીણભાઈ વીરજીભાઈ સોરઠિયા નાગોરથી રાયધનપર તરફ બાઈકથી જઈ રહ્યા હતા. તે દરમીયાન વચ્ચે ગાય આડી આવતાં જગદીશભાઈએ તેને બચાવવા બ્રેક મારી હતી, પરંતુ વાહન સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તો સાથે રહેલા પ્રવીણભાઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા. જગદીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.