ગાંધીધામમાં સામાન્ય બાબતે પતિ-પત્નીનો માતા-પુત્ર સહિત ત્રણ જણ ઉપર હુમલો કરાયો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામ શહેરમાં સામાન્ય બાબતે પતિ-પત્નીએ માતા-પુત્ર સહિત ત્રણ જણ ઉપર હુમલો કરાયો હતો. સંકુલના સેક્ટર-1માં ભાનુ દર્શન એપાર્ટમેન્ટમાં બનેલા બનાવ  બાબતે પોલીસના સતાવાર સાધનોએ આપેલ વિગતો અનુસાર જાણવા મળ્યું કે, આરોપી વિકાસ ભરતભાઈ રાજગોર અને નંદનીબેન વિકાસભાઈ રાજગોરે પાણી ચડાવવા બાબતે બોલચાલી કરી હતી. આરોપીઓએ 41 વર્ષીય મહિલાની છેડતી કરેલ લોખંડના સળિયા વડે હુમલો કરેલ હતો. જેમાં છોડવવા માટે વચ્ચે પડેલા મહિલાના પુત્રને સળિયો વાગતા તેને અસ્થિભંગ સહિતની ઈજા પહોચેલ હતી. તહોમતદારોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યુ છે.