નખત્રાણા વીજપાસરના 70 વર્ષીય વડીલે બીમારીથી કંટાળીને કર્યો આપઘાત

kisspng-clip-art-suicide-by-hanging-portable-network-graph-5cfda6416830b2.3163809415601270414268-1

નખત્રાણા ખાતે આવેલ વીજપાસરના 70 વર્ષીય વડીલ વીશાભાઈ વેલાભાઈ ચેટાણિયાએ પોતાની બીમારીથી કંટાળીને ભુજ-નલિયા ધોરીમાર્ગ પર સુખપર-રોહા ગામ ખાતે આવેલ પોતાની વાડીના ડેલાની બહાર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમને  સારવાર માટે નખત્રાણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.