ભુજના માધાપરમાં રહેતી 27 વર્ષીય યુવતીએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

suicide

copy image

ભુજ ખાતે આવેલ માધાપરના નર નારાયણનગરમાં રહેતી તેમજ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 27 વર્ષીય યુવતી દિવ્યાબેન લક્ષ્મીદાસ સોનીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. બનાવની જાણ થતાં દિવ્યાબેનને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.