ગાંધીધામના કાર્ગો નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર

body

copy image

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો નજીકથી યુવાનની લાશ મળી આવતા ચકચાર પ્રસરી હતી. અહીંથી 25 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જામનગરમાં તેનું પી.એમ. કરાવાતા તેનું મોત કુદરતી હોવાનું જાણવા મળ્યું હતું તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. આ યુવાનના એક હાથમાં અંગ્રેજીમાં અનિશ અને લીલા તથા બીજા હાથમાં ઓમ તથા ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું સામે આવેલ છે. વહેલી તકે યુવાનની ઓળખ થઈ શકે માટે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.