મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાથી ગંજી પાનાં વડે જુગાર રમતા સાત જુગારપ્રેમીઓને ઝડપી પાડતી મુંદ્રા પોલીસ
copy image
મુંદરા ખાતે આવેલ નાના કપાયામાં ગંજી પાના વડે જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર મુંદરાના નાના કપાયામાં આવેલ બંશીધર હોટેલ પાછળ બપોરના અરસામાં ગંજીપાના વડે જુગાર રમતા ક્રિષ્ના પ્રમોદ, નંદન કારો, વાસુદેવ સુકુરા, ક્રિષ્ના કોરુના, સંજય બાબા, મુસીલ રામ અને કાલુ હરિને રોકડા રૂા. 10,300ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યાવાહી હાથ ધરી છે.