માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ’

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જિલ્લામાં વાયર ચોરીના વધતા જતા બનાવો અટકવવા માટે તેમજ અગાઉ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ ચોરીનો માલ ખરીદતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને,

આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ ચોરીનો માલ ખરીદતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા માટે સુચના આપેલ. જે સુચના અન્વયે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. જયદિપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ ગોયલ, પ્રધ્યુમનસિંહ ગોહીલ, બલભદ્રસિંહ રાણા, સુરેન્દ્રસિંહ ઝાલા, સુરજભાઇ વેગડા, મયુરધ્વજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિહ ગઢવી તથા મહીપાલસિંહ પુરોહીતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, લખુરાઇ ચાર રસ્તા થી નાગોર રેલ્વે ફાટક તરફ જતા રસ્તાની બાજુમાં સલીમ નોડેનો ભંગારના વાડામાં ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુનીયમના વાયરો તથા લોખડના એંગલ પડેલ છે તે સગેવગે કરવાની ફીરાકમાં છે. જે બાતમી હકીકત આધારે તપાસ કરતાં એલ્યુનીયમના વાયરો તથા લોખડના એંગલો મળી આવેલ તે બાબતે હાજર ઈસમ સનાઉલ્લા ગુલમામદ નોડે પાસે આ બાબતે આધાર પુરાવાની માંગણી કરતા તેને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તેમજ તેમની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ નહી હોવાનુ જણાવેલ જેથી એલ્યુમીનીયમના વાયરો તથા લોખડના એંગલ કયા થી લાવેલ તે બાબતે યુકતી પ્રયુકતી પુછપરછ કરતા જણાવેલ કે, આ એલયુમીનીયમના વાયરો પૈકી ૨૦૦ કી.ગ્રા. એલ્યુમીનીયમના વાયર રઝાક કુંભાર રહે ભુજ વાળો તથા ૮૦૦ કી.ગ્રા. જેટલા એલ્યુમીનીયમના વાયર તથા આશરે ૧૦૦૦ કી.ગ્રા. જેટલી લોખડની એંગલો તથા બીજો લોખડનો ભંગાર જયસુખ વાઘેલા રહે ભુજ વાળો તથા તેનો ભાઇ આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ. જયસુખ વાઘેલાને હસ્તગત કરી સલીમ નોડેને આપેલ એલ્યુમીનીયમના વાયરો તથા લોખડના એંગલ તથા

લોખડના અન્ય ભંગાર બાબતે પુછતા જણાવેલ કે મે તથા મારા ભાઇ જેન્તી દોલાભાઇ વાઘેલા એ ચોરેલ જેમા ભુજોડી નજીક આવેલ પી.જી.વી.સી.એલ.ની ઓફીસના બહાર ગ્રાઉન્ડ માં પડેલ એલ્યુમીનીયમના ત્રણ થી ચાર ગુચડા ચોરેલ હતા તથા રેહા થી ભારાપર જતા રોડ પર આવેલ એક વાડી માથી પી.જી.વી.સી.એલ. ના લોખડના એગલો તથા લોખડનો અન્ય ભંગાર તથા અર્કીંગ વાયરો ચોરેલ અને તે સલીમ નોડેને વેચેલ હોવાની કબુલાત આપેલ. તેમજ અબ્દુલ રઝાક આદમ કુંભારએ જણાવેલ કે આ વાયરો મને મામદ મોખા રહે ભુજ વાળાએ આપેલ હોવાની કબુલાત આપેલ.જેથી ચોરીનો મુદ્દામાલ ખરીદનાર તેમજ વેચનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

મળી આવેલ મુદામાલ

– એલ્યુમીનીયમના વાયરોના ગુચડા જેનો વજન આશરે ૧૦૦૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૧,૫૦,૦૦૦/- > લોખડની એંગલો તથા લોખડના અન્ય ભંગાર આશરે ૧૦૦૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૪૦,૦૦૦/-

** પકડાયેલ આરોપીઓ

– સનાઉલ્લા ઉર્ફે સલીમ ગુલમામદ નોડે ઉ.વ. ૪૫, રહે. બકાલી કોલોની માધાપર હાઇવે, ભુજ

– અબ્દુલ રઝાક આદમ ઉ.વ. ૪૦, રહે. વાડો મહેંદી કોલોની સુરલભીટ રોડ, ભુજ

– જયસુખભાઇ દોલાભાઇ વાઘેલા ઉ.વ. ૨૮, રહે રામનગરી ભુજીયા તળેટી, ભુજ

* શોધી કાઢેલ ગુનો

– માધાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૩૩૪/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ,