નખત્રાણા ખાતે આવેલ સુરલભીટ્ટમાં 27 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

30-8-suicide

copy image

નખત્રાણા ખાતે આવેલ સુરલભીટ્ટમાં રહેતા 27 વર્ષીય યુવાન નવીનભાઈ રમેશભાઈ ધોડિયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં પંખામાં ચાદર વડે ટૂંપો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. બનાવ અંગે જાણ થતાં તેમને નખત્રાણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.