માધાપરનો યુવક બન્યો ઓનલાઈન ઠગાઈનો શિકાર

copy image

માધાપરના યુવાને ઓનલાઇન ફ્લિપ કાર્ટ એપ પરથી કૂકટોપ ઓર્ડર કરાવ્યા બાદ સમયસર ડિલિવરી ન મળતાં તેણે આ બાબતે ટ્વિટર ઉપર પોસ્ટ કરેલ હતી જે જોયા બાદ એક અજાણ્યા શખ્સે ફ્લિપ કાર્ટમાંથી બોલતો હોવાનું જણાવી એપ ડાઉનલોડ કરવા કહ્યું અને ઓનલાઇન રૂા. 89,850ની છેતરપિંડી કરલે હતી. સાયબર સેલે અરજદારે ગુમાયેલા નાણાં પરત અપાવી દીધા  હતા. મળેલ માહિતી માધાપરના રહેવાસી  નોકરિયાત યુવાન ધ્રિતિ રંજન શાહે ફ્લિપ કાર્ટ પર કૂકટોપ ઓર્ડર કર્યા બાદ તેની ડિલિવરી ન મળતાં તેમણે આ ડિલિવરી સમયસર ન મળી હોવાની ટ્વિટર પર ટ્વિટ કરતી પોસ્ટ કરેલ હતી જેના થોડીવાર બાદ એક અજાણ્યા નંબરથી તેમને કોલ આવ્યો હતો અને પોતે ફ્લિપ કાર્ટમાંથી બોલતા હોવાનું જણાવી ટીમ વ્યૂઅર એપ ઇન્સ્ટોલ કરાવડાવી અને મીટિંગ આઇ.ડી.માં જોઇન થવાનું જણાવ્યુ હતું  તેમજ સામેવાળા આરોપીએ રૂા. 89,850ની ઓનલાઇન છેતરપિંડી કરેલ હતી. ધ્રિતિ શાહને પોતાની સાથે ઠગાઇ થયાનું ધ્યાને ચડતા તેમણે તુરંત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરેલ હતો જેથી સેલે અરજદારને મદદરૂપ બની તાત્કાલિક પત્રવ્યવહાર તથા ટેક્નિકલ રિસોર્સના આધારે ગયેલી પૂરેપૂરી રકમ અરજદારના ખાતામાં પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ હતી.