ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક આવેલી એક ખાનગી કંપનીમાં કન્વેયર બેલ્ટમાં આવી જતાં યુવાને જીવ ગુમાવ્યો

copy image

સામખિયાળી પાસે આવેલ આવેલી ઈલેકટ્રોથર્મ કંપનીમાં ગત દિવસે બપોરના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં કામ કરનાર હેતન પંડયા નામનો યુવાન કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન મટિરિયલ માટેના કન્વેયર બેલ્ટમાં આવી જતા તેને વીજ શોક લાગ્યો હતો,  પરીણામે તેનું મોત નીપજયું હતું. કંપનીઓમાં સમયાંતરે થતાં કામદારોના મોતને કારણે તેમની સુરક્ષાનો મુદા ફરી એક વાર ચર્ચામાં આવ્યો હતો. આ બનાવમાં યુવાન ખરેખર બેલ્ટમાં કેવી રીતે આવી ગયો, પોલીસે તેની આગળની વધુ તપાસ હાથ ધરી છે.