અંજાર ખાતે આવેલ મેઘપરમાં વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક સામે નોધાઈ ફરિયાદ
અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં ટયૂશન કલાસમાં અભ્યાસ કરતાં એક કિશોરને તેના શિક્ષકે માર મારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મેઘપર કુંભારડીમા આવેલ રાધાનગરમાં ચાલતા ટયૂશન કલાસમાં ગત તા. 11-8ના સાંજના સમયે આ બનાવ બન્યો હતો. મળેલ માહિતી અનુસાર ટયૂશને આવનાર એક કિશોરે પોતાના મિત્ર સાથે મસ્તી કરતાં સમયે અમુક શબ્દો કહેતાં ટયૂશન કલાસ ચલાવતા શિક્ષક શંકર રબારીને આ વિદ્યાર્થી પોતાને કહેતો હોવાનું જાણી આ શિક્ષક ઉશ્કેરાઇ ગયેલ હતો શિક્ષકે પ્લાસ્ટીકનો પાઇપ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો તેમજ લાતો વડે માર માર્યો હતો. આ બનાવ અંગે કિશોરના માતાએ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
