અબડાસા ખાતે આવેલ છાડુરાના રહેણાક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી 13 જુગાર પ્રેમીઓને કુલ કિ.1,85,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નલિયા પોલીસ
copy image
અબડાસા ખાતે આવેલ છાડુરામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી 13 જુગાર પ્રેમીઓને નલિયા પોઈસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર નલિયા પોલીસને ગત દિવસે રાત્રે ખાનગી રહે બાતમી મળી હતી હતી કે, છાડુરામાં પોતાના રહેણાંક મકાનમાં પ્રવીણ પરસોત્તમ ભાનુશાળી નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે.
મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ધાણીપાસા વડે જુગાર રમતા પ્રવીણ ઉપરાંત ઇબ્રાહીમ દાઉદ ધલ, મહાવીર ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબ્દુલ અદ્રેમાન સાર , કિશોર મીઠુ ચૌહાણ, અબ્દુલ સિધિક નોતિયાર, મુસ્તાક કાસમ બારાચ, જિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, જાવેદ આધમ સુરંગી અને ખરાશંકર રમણીકલાલ જોશી, કરણસિંહ દેવુભા ચુડાસમા, મામદ સિદિક ફકીર અને ઉરસ ઇલિયાસ ફકીરને ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે રોકડા રૂા. 41,500 તથા 12 મોબાઇલ કિં. રૂા. 84,000 અને બે મોટરસાઇકલ કિં. રૂા. 60,000 એમ કુલ મળીને રૂા. 1,85,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.
