ભુજ તાલુકાનાં સરલી ગામમાથી 21000ના મુદ્દામાલ સાથે 5 ખેલીઓ ઝડપાયા
ભુજ ખાતે આવેલ સરલી ગામના બસ સ્ટેશન નજીક આવેલી હોટલની પાછળના ભાગે બાવળની ઝાડી વચ્ચે ગંજીપાના વડે જુગાર રમતા ઉમેદ લાલજી મારવાડા, અલીમામદ જુસબ સોઢા, રમજાન ઇશાક સોઢા, ભરત વાલજી હીરાણી તથા મુસા સાલેમામદ ફકીર ને રોકડા રૂા. 11,020 તથા બે મોબાઇલ કિં. રૂા. 1000ના મુદ્દામાલ સાથે માનકૂવા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.
