રાપર ખાતે આવેલ ખેંગારપરમાંથી 47000ના મુદ્દામાલ સહિત 7 ખેલીઓ ઝડપાયા  

970736623Jugar

copy image

 રાપરના ખેંગારપર ગામમાં રામવાવ તરફ  જતાં માર્ગ પાસે દીવાબત્તીના પ્રકાશમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા તે દરમીયાન મોડીરાત્રે અચાનક પોલીસ ત્યાં પહોચી હતી અને બાબુ જીવા કોળી, કરમશી છગન કોળી, ભચા કાસમ સિદી, અરવિંદ રાઘુ કોળી, વિનોદ દુદા કોળી, બાબુ રામજી કોળી અને મનસુખ રામજી કોળી નામના શખ્સોને ઝડપી પાડયા હતા. જાહેરમાં જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 47,200 કબ્જે કરવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.