અંજાર ખાતે આવેલ મેઘપરના બંધ મકાનમાથી 1.21 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં આવેલી ગ્રીન લેન્ડ સોસાયટીના એક બંધ ઘરમાથી નિશાચરો રોકડ રકમ તથા સોનાં-ચાંદીના દાગીના એમ કુલ રૂા. 1,21,000ની મતાની તસ્કરી કરી ગયા હતા. મળેલ માહિતી અનુસાર મેઘપર કુંભારડીની ગ્રીન લેન્ડ સોસાયટીના મકાન નંબર 168માં રહેનાર ટ્રાન્સપોર્ટર ગિરીશ નૌતમલાલ મારૂ દ્વારા ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ઘનશ્યામ લોજિસ્ટિક નામની પેઢી ધરાવતા આ ફરિયાદી ગત તા. 4/8ના પોતાના પત્ની, સંતાનો સાથે હરિદ્વાર ગયેલ હતા.તે દરમ્યાન, તા. 6/8ના સવારે તેમના ભાઇ કપિલે ફોન કરી તેમનાં ઘરમાં તસ્કરી થયેલ હોવાની જાણ કરેલ હતી. હરિદ્વારમાં દર્શન કરી ફરિયાદી અને તેમનો પરિવાર તા. 11/8ના પરત આવી ઘરમાં જોતા ઘરમાં બધું સામાન વેરવિખેર હાલતમાં હતું. તેમના બંધ ઘરના તાળાં, નકુચા તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા તેમજ હોલમાં રાખેલ કબાટના લોક તોડી તેમાંથી 17.5 ગ્રામની સોનાંની ચેઇન, 15 ગ્રામની સોનાંની કાનની બુટ્ટી, પાંચ ગ્રામની લેડિઝ વીંટી, બે ગ્રામનું સોનાંનું ઓમ, 100 ગ્રામના ચાંદીના મોટા સાંકળા, 50 ગ્રામના બાળકોના ચાંદીના સાંકળા, 100 ગ્રામની હાથમાં પહેરવાની ચાંદીની ચાર પોંચી તથા રોકડ રૂા. 10,000 અને રસોડામાં રાખેલ ગેસનો બાટલો એમ કુલ રૂા. 1,21,000ની તસ્કરી કરે નાશી છૂટ્યા હતા. પોલીસ મથકે અંગે ગત રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.