ભુજ ખાતે આવેલ મોચીરાઇના મંદિરની બે દાનપેટીમાથી ચોરી : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

copy image

ભુજ તાલુકાના મોચીરાઇના મંદિરની બે દાનપેટી તોડી 3000ના પરચૂરણની ચોરી થયાની ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાઇ છે. સુખપર નજીક આવેલ મોચીરાઇના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની બહાર રાખેલી બે દાન પેટી ગત દિવસે રાતથી આજ સવાર સુધી તોડી તેમાંથી ત્રણેક હજાર પરચૂરણ ચોરી ગયાની ફરિયાદ પૂજારી દ્વારા નોંધાવવામાં આવેલ છે.પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે .