પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ

પૂર્વ કચ્છમાં કાયદો તેમજ વ્યવસ્થા અને ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ઉદ્દેશથી ખાસ ઝુંબેશનું આયોજન પોલીસ દ્વારા હાથ ધરવામાં હતું. પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકો અંતર્ગત આવતા વિસ્તારોમાં આ ખાસ ઝૂંબેશ હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ શખ્સોની   તપાસ કરવામાં આવેલ હતી. ટ્રાફિક, દારૂ સંબંધી તથા લારી, ગલ્લા, પાનના ગલ્લા, ચાની લારી, તંબાકુનું વેચાણ વગેરે અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ખાસ ઝુંબેશ દરમ્યાન તંબાકુના 114 કેસ કરી રૂા. 12,500 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વાહનો બાબતે અલગ અલગ કલમો હેઠળ 148, કાળી ફિલ્મના 18, હેલ્મેટના 24, દારૂ સંબંધી 11, 322 પાનના ગલ્લાની તપાસ કરાઈ હતી. તેમજ 644 શંકાસ્પદ શખ્સોની તપાસ, અન્ય 34, ચાની લારી 223 તથા 510 દુકાનો-લારી-ગલ્લાની તપાસ હાથ ધરાઈ હતી.