વચગાળાના જામીન મેળવી બે વર્ષથી ફરાર હત્યાનો આરોપી રાજસ્થાન ખાતે આવેલ ચુરુ જિલ્લામાથી ઝડપાયો

hathkadi

copy image

પાંચેક વર્ષ અગાઉ રેતીચોરીના મામલે માધાપર નજીક ચાર આરોપીએ ટામી-છરી વડે હુમલો કરતા હબાયના હરિ લખમણ કેરાસિયાની હત્યાનો આરોપી મોહન હરિલાલ કેરાસિયા 2021માં વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ હતો. વચગાળાના જામીન મેળવી બે વર્ષથી નાસતા ફરતા મોહન કેરાસિયાની રાજસ્થાન ખાતે આવેલ ચુરુ જિલ્લાના દુધવાખારામાં આબકારી અધિનિયમ કલમ અનુસાર ધરપકડ કરવામાં આવેલ હતી. આથી આરોપી મોહનનું ભુજ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી ચુરુની કોર્ટમાંથી તેનો કબ્જે લઈ મોહનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પદ્ધર પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

copy image