મુંદ્રા ખાતે આવેલ છસરા ગામના રહેણાકનાં મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી સાત જુગાર પ્રેમીઓ ઝડપાયા
copy image
મુંદરા ખાતે આવેલ છસરા ગામના રહેણાકનાં મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી તીનપત્તી વડે જુગાર રમતા સાત જુગારીને ઝડપી પાડ્યા હતા, ગત બુધવારની રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, છસરા ગામમાં શિવપારસ ફળિયામાં રહેતા ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ ચાવડા પોતાના રહેણાક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી-રમાડી રહ્યા છે, મળેલ બાતમીના પગલે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ તેમજ દિલીપભાઈ પ્રવીણભાઈ ચોથાણી, રીતેશભાઈ મ્યાજરભાઈ ચાવડા, શરીફ સુમાર લુહાર, ભરતસિંહ દેવુભા સોઢા, હીરાલાલ કાનજી રાજગોર અને કનોજભાઈ મનસુખલાલ ઠક્કરને રોકડા રૂા. 37,200 અને છ મોબાઈલ કિં. રૂા. 16,500 એમ કુલે રૂા. 53,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
