ભુજમાથી ચાર મહિલા સહિત પાંચ ખેલીઓને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
copy image
ભુજ ખાતે આવેલ સરપટ નાકા બહાર કોળીવાસમાં તીનપત્તી વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સરપટ નાકા બહાર કોળીવાસમાં તીનપત્તીનો જુગાર રમતા રવજી મમુ કોળી, સવિતા રાજેશ બાબુ કોળી, હકુબેન આનંદ રામજી કોળી, આયશીબેન વાલજી અલાયા કોળી અને રસીલાબેન વિજેશ રવજી કોળીને રોકડા રૂા. 2,550 અને એક મોબાઈલ કિં. રૂા. 500 એમ કુલે રૂા. 3,050 ના મુદ્દામાલ સહિત બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
