રાપર ખાતે આવેલ જાટાવાડામાથી 21,400 ના મુદ્દામાલ સહિત જુગાર રમતા બે શખ્સ ઝડપાયા : ચાર ફરાર
રાપર ખાતે આવેલ જાટાવાડામાં પત્તા ટીંચતા બે શખ્સ પકડાયા હતા, તેમજ ચાર નાસી છૂટ્યા હતા. મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ જાટાવાડા ગામમાં જાહેરમાં જુગાર ખેલતા બે શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા, ચાર શખ્સ નાસી છૂટ્યા હતા. જાટાવાડાના પ્રજાપતિવાસમાં અમુક શખ્સો ગોળ કુંડાળુંવાળી પત્તા ટીંચી રહ્યા હતા, તે દરમીયાન પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ગામના નરેશ ખીમજી પ્રજાપતિ, અશોક શાંતિલાલ સોનીને ઝડપી પાડ્યા હતા, જ્યારે સુરા ભવન રાજપૂત, પ્રવીણ પેથા વાઘેલા, મુના ઉર્ફે મુનુભા ખોડુભા વાઘેલા, કચરા માલા વાઘેલા નામના શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 3,900 તથા એક મોબાઈલ, એક બાઈક એમ કુલ રૂા. 21,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
