લખાગઢ ગામની સીમમાંથી પાંચ જુગારપ્રેમીઓને 4,22,000ના મુદામાલ સાથે ઝડપી પાડતી આડેસર પોલીસ

આડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રહે બાતમી મળેલ હતી કે, લખાગઢ ગામની કારી ધાર સીમમાં બાવળની ઝાળીમાં અમુક શખ્સો તીન પત્તી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ.57000 સહિત કુલ 4,22,000નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ :

  1. આલાભાઈ લગધીરભાઈ આહીર ઉ.વ.42 રહે બકુત્રા,સાંતલપુર
  2. કાનાભાઇ રત્નાભાઇ આહીર ઉ.વ.34 રહે લખાગ, રાપર
  3. આલાભાઈ ખેંગારભાઇ આહીર ઉ.વ.34 રહે ધોકાવાડા, સાંતલપુર
  4. રતનભાઈ બાઉભાઈ ધીંગાણી ઉ.વ.50 રહે ભીમાસર, રાપર
  5. જીવણભાઇ જેહાભાઈ આહીર ઉ.વ.50 રહે સુખપર, રાપર