પદ્ધર પોલીસે મોટા રેહા ગામની વાળીમાથી દેશી દારૂ બાનવવાનો આથો ઝડપી પાડયો

padhar polis station

copy image

પદ્ધર પોલીસ કોટડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોટા રેહા ગામનો રતનસિંહ નારણજી જાડેજા નામનો શખ્સ પોતાની કબ્જાની વાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી તપાસ કરતાં વાળી પર કોઈ હાજર મળી આવેલ ન હતું. તેમજ વાળી પર 200 લીટરની ક્ષમતા વાળા ત્રણ બેલરો મળી આવેલ હતા. પોલીસે વધુ તપાસ કરતાં તે બેલરો માથી દારૂ બાનવવાનો આથો મળી આવેલ હતો. પોલીસ દ્વારા ત્રણેય બેલરમાથી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાવવામાં આવેલ છે, તેમજ બાકીનો જથ્થો સ્થાનિકે જ ઢોળી અને બેલરોનો નાશ કરવામાં આવેલ છે. ગેરકાયદેસર રીતે પોતાની કબ્જાની વાળીમાં દેશી દારૂ બનાવવાનો આથો રાખી ગુન્હો કર્યો હોવાથી રેઇડ દરમીયાન હજાર ન મળી આવેલ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

copy image