કાયદાનું ભાન કરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ : 114 વાહનચાલકો પાસેથી 42 હજાર  દંડ વસૂલાયો

 

પૂર્વ કચ્છમાં ટ્રાફીકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે ખાસ ડ્રાઇવ યોજી 114 વાહનોમાંથી કાળી ફીલ્મ ઉતારી 42 હજાર દંડ વસૂલ કર્યો હતો, નંબર પ્લેટ વિનાના 41 વાહનોના ચાલક સામે કાર્યવાહી કરી 7,900 દંડ વસૂલ કરવામાં આવેલ હતો, તેમજ 41 વાહનો ડીટેઇન કરાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફીકની વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાય તે હેતુથી પુર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ મથકોને આપવામાં આવેલી સૂચના અનુસાર ગત શુક્રવારે સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતું.