અંજાર તાલુકાનાં ખીરસરામાથી 4 જુગારપ્રેમીઓને ઝડપી પાડતી દૂધઈ પોલીસ

jugar-1-2-960x640-1-150x150-1

copy image

અંજાર ખાતે આવેલ ખરસરા ગામમાં પાણીના ટા઼કા નજીક જુગટું રમી રહેલા 4 ખેલીઓને દુધઇ પોલીસે રૂ.4,100 રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

મળેલ માહિતી અનુસાર દુધઇ પોલીસ ગત દિવસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પાણીના ટાંકા નજીક જાહેરમાં અમુક લોકો ગંજીપાના વડે જુગટું રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે દરોડો પાડી રણછોડભાઇ જેઠાભાઇ ઢીલા, શેરમામદ સાલેમામદ નોડે, રણછોડભાઇ રાણાભાઇ ઢીલા અને સામજીભાઇ રાણાભાઇ ઢીલાને રૂ.4,100 રોકડ રકમ સાથે જડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.