બંધ ઘરમાંથી 25 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ ભાનુશાલીનગર પાછળના સરકારી વસાહતની કોલોનીમાંથી બંધ ઘરમાથી રોકડા રૂા. 25 હજારની  તસ્કરી થઈ હતી. આ બાબતે જયંતીલાલ રવજીભાઇ પટેલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ સરકારી વસાહતની કોલોનીમાં રહે છે અને ગત તા. 19/8ના સાંજના અરસામાં  પરિવાર સાથે બહાર ગામ ગયેલ હતા અને પરત આવતા ઘરનો મુખ્ય દરવાજો તૂટેલ હાલતમાં જણાયો  હતો. કોઇ અજાણ્યા ચોર ઇસમ ઘરનો દરવાજો અને લાકડાનો કબાટ તોડી તેમાં રાખેલા રૂા. 25 હજાર રોકડાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.