રાપર ખાતે આવેલ ચિત્રોડ તેમજ કાનમેરની ત્રણ દુકાનોમાંથી શંકાસ્પદ હર્બલ ટોનિકની 89 બોટલ પોલીસે જપ્ત કરી

copy image

 રાપર ખાતે આવેલ ચિત્રોડ તેમજ કાનમેરની ત્રણ દુકાનોમાંથી શંકાસ્પદ હર્બલ ટોનિકની કુલ કિ. 8900ની 89 બોટલ પોલીસે કબ્જે કરી હતી. મળેલ માહિતી મુજબ ચિત્રોડ ગામમાં વ્રજ પાન આઇક્રીમ નામની દુકાનમાંથી હર્બલ ટોનિકની 17 બોટલ, ડીલક્ષ પાન નામની દુકાનમાંથી 40 બોટલ તેમજ કાનમેર નામમાં જય ભીમ કરિયાણા નામની દુકાનમાંથી 32 પ્લાસ્ટિકની એમ ત્રણ દુકાનોમાંથી પોલીસે રૂા. 8900ની 89 બોટલ જપ્ત કરી હતી. તમામ દુકાન માલિકો આ બોટલો ક્યાંથી લાવ્યા હતા તે બાબતે આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.