રહેણાક મકાનનો કબ્જો કરી મકાન માલિકને ધાક ધમકી કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજના સરપટ નાકા બહાર આવેલા એક રહેણાક મકાનનો ગેરકાયદેસર કબ્જો કર્યા બાદ મકાન માલિકને ધમકી કરાતી હોવાથી  પશ્ચિમ કચ્છ પોલીસવડાને અરજી કરવામાં આવેલ છે. ભુજમાં અનાજ-કરિયાણાનો વેપાર કરતા અબ્દુલ સતાર મેમણ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  નોંધાવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા અનુસાર, તેમના સબંધી પાસેથી મકાનની ચાવી મેળવીને વરનારોના બે શખ્સોએ મકાનનો ગેરકાયદે કબજો કરેલ છે. આ મકાનમાં રહીને આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતાં હોવાનો તેમજ મકાન માલિકને ધમકી કરતા હોવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.