દયાપર પોલીસે ઘડૂલી ગામમાથી કુલ કિ. 40,100ના મુદામાલ સાથે 5 પુરુષ તથા 3 સ્ત્રીઓને ઝડપયા
copy image
દયાપર પોલીસ ડ્યૂટિ પર હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ઘડૂલી ગામ ખાતે આવેલ પુરોહિતનગરમાં કમલનગર મોતીગર ગૂસાઈના ઘરની પાછળના ભાગે આવેલ સ્ટ્રીટલાઈટના અજવાળામાં અમુક અમુક શખ્સો તેમજ સ્ત્રીઓ ગંજી પાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ માહિતી અનુસાર પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી રોકડ રૂ.24,600 સહિત કુલ કિ.40,100ના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને તેમજ ત્રણ સ્ત્રીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યાવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- મંગલભાઈ મીઠુભાઈ જાગરીયા ઉ.વ.42 રહે ઘડૂલી, લખપત
- હર્ષલભાઈ સુરેશભાઇ કોઠારી ઉ.વ.35 રહે ભુજ
- ઇકબાલ ઈસ્માઈલ સમેજા ઉ.વ.35 રહે કોટડા, નખત્રાણા
- હિતેષગીરી રવિગીરી ગોસ્વામી ઉ.વ.39 રહે કુકમા
- હાર્દીકભાઈ પ્રવીણભાઈ પરમાર ઉ.વ.39 રહે કુકમા
- શાંતાબેન મંગળભાઈ જાગરીયા ઉ.વ.44, રહે ઘડૂલી લખપત
- કસ્તૂરીબેન હિતેશગીરી ગોસ્વામી ઉ.વ.44 રહે કુકમા
- ચેતનાબેન ઉર્ફે સીમાબેન જિતેન્દ્રભાઈ જોષી ઉ.વ.41 રહે ઘડૂલી લખપત
