દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ ચરસનાં 21 પેકેટ મળી આવ્યા

copy image

ગત દિવસે કોઠારા પોલીસ અને એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન દરિયાઇ વિસ્તારમાંથી વધુ 21 ચરસનાં પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવેલ હતાં. છેલ્લા થોડાક દિવસોથી દરિયાઇ ક્ષેત્રમાંથી માદક પદાર્થ મળવાનો કિસ્સો આમ બનતો જાય છે, ત્યારે  દરિયાઇ ક્ષેત્રમાં સતત તલાશી અભિયાન ચાલુ રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે ગત દિવસે એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.  જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા કોઠારા પોલીસના કેમલ સવાર, કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા છછી લાઇટ હાઉસની પાછળના ભાગથી  દરિયા કિનારે ફૂટ પેટ્રોલિંગ પર હતા હતા તે દરમીયાન છછીથી ધુવઇ વચ્ચે બિનવારસુ હાલતમાં  શંકાસ્પદ ચરસનાં 11 પેકેટ મળી આવ્યા હતાં, જ્યારે ગત દિવસે કોઠારા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન સુથરીના દરિયા કિનારેથી 10 ચરસનાં પેકેટ મળી આવ્યા હતાં.

copy image