આદિપુરમાં છકડો પલટી જતાં સર્જાયું અકસ્માત : છકડામાં સવાર મુસાફરનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજયું

24-8-acc

copy image

આદિપુર ખાતે આવેલ મહારાવ સર્કલ નજીક મુસાફર છકડો પલટી અકસ્માત સર્જાયું હતું. જેમાં મૂળ બિહારના ગોવિંદ દરોગા મંડલનું  ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર આદિપુરના ટાગોર રોડ મુંદરા સર્કલ નજીક ગત તા. 20/8ના બપોરના અરસામાં  આ બનાવ બન્યો હતો. આ અંગે મેઘપર બોરીચીમાં રહેતા મુકેશ ભંવારી મંડલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી પાસે થોડાક દિવસથી તેનો કૌટુંબિક સાળો ગોવિંદ મળવા આવેલ હતો. બનાવના દિવસે ત્રણ શ્રમિક મીઠીરોહર કામની સાઇટ પરથી મેઘપર બોરીચી બાજુ આવવા ત્રણેય છકડામાં સવાર થયેલ હતા. આ નંબર વગરનો છકડો મુંદરા સર્કલ નજીક પહોંચતાં તે પલટી ગયો હતો જેમાં ગોવિંદને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે સૌ પ્રથમ આદિપુર અને ત્યાર બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે  ખસેડવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમીયાન તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે છકડાચાલક સામે ફરિયાદ નોંધી  આગળની વધુ તપાસ આરંભી છે.