ભુજ ખાતે આવેલ કનૈયાબે ગામ વચ્ચે ઊભેલી ટ્રકમાં કાર અથડાતાં ચપરેડીના 27 વર્ષીય યુવાનનું મોત નીપજયું

24-8-acc

copy image

ગત સોમવારે ભુજ તાલુકાનાં ધાણેટી નજીક આવેલ કનૈયાબે ગામ વચ્ચે ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં ચપરેડીના 27 વર્ષીય યુવક રાહુલભાઇ કાનજી ગાગલનું ગંભીર ઇજા પહોંચતા  કરુણ મોત નીપજયું હતું.  મળેલ માહિતી અનુસાર ગત સોમવારે રાત્રે ફરિયાદી ગૌરાંગ મહેતા તેના કબ્જાની કાર ફોર્ડ ફીગો નં. જી.જે.-03-ઇ.એલ.- 8085વાળી લઇને રસ્તામાં તેના મિત્ર ચપરેડીના રાહુલ ગાગલને સાથે કામ અર્થે ભચાઉ તરફ  જઇ રહ્યા હતા તે દરમીયાન ધાણેટી-કનૈયાબે વચ્ચે ટ્રક નં. જી.જે.-12-બી.વાય.- 9207વાળી રોડ પર વચ્ચોવચ પડેલ હતી અને કોઇ સિગ્નલ પણ મૂકવામાં આવ્યા ન હતા તેમજ રિફ્લેક્ટર પણ ચાલુ ન હતું. ચાલક ગૌરાંગભાઇનું ઊભેલી ટ્રક તરફ ધ્યાન જતાં તેણે ડ્રાઇવર સાઇડ તરફ કાર વાળી હતી, પરંતુ કારની ખાલી સાઇડમાં ટ્રક અથડાતાં રાહુલને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. બેદરકારીથી ટ્રક રાખવા બદલ તેના ચાલક સામે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.