ગાંધીધામના ભરતનગરમાં એક રહેણાક મકાનમાં એસીમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી : સદનસીબે કોઈ જાનહાની નહી
copy image
ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વિસ્તારમાં વોર્ડ નં 11માં મકાન નં. 788 માં આગ ભભૂકી ઉઠી હતી. મળેલ માહિતી અનુસાર ભારતનગર વિસ્તારમાં વોર્ડ નં 11 ના રહેણાક મકાનમાં ગત દિવસે વહેલી સવારના અરસામાં એસીમાં શોક સર્કિટ ના કારણે આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઈ હતી, તેમજ આગ લાગતા ઘરની ઘર વખરી સાથે 35 થી 40 હજાર સુધીની રોકડ રકમ પણ ખાખમાં ભેળવાઈ હતી. ઘરમાં રાખેલા સોનાના આભુષણ પીગળી ગયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. સ્થનિકો દ્વારા અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સાત કલાકના પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો.
