રાપર ખાતે આવેલ  શિરાનીવાંઢમાં ઘરમાંથી મોબાઇલની તસ્કરી થતાં બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

copy image

રાપર ખાતે આવેલ શિરાનીવાંઢમાં ગત તા. 20/8ની રાતના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે વીરૂબેન હરેશ પ્રભુ ગોહિલ દ્વારા બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોધાવેલી ફરિયાદ અનુસાર વીરૂબેન હરેશ પ્રભુ ગોહિલ પોતાના પિતાના ઘરે હતા. તેઓ રાત્રે જમ્યા બાદ ઓશિકા પાસે મોબાઇલ મૂકી સૂઇ ગયેલ હતા. સવારે જાગતાં રૂા. 4000નો મોબાઇલ ગાયબ  હતો. કોઇ અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી મોબાઇલની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ  બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.