11,550ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ

ગાંધીધામ પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપૂરી પાછળ જાહેર જગ્યામાં અમૂક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળે દરોડો પાડી કુલ કિ. 11550ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ  :

  1. સંજયભાઈ ભચુભાઇ કુવરીયા ઉ.વ.26 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  2. ચંદુભાઈ ગોવિંદભાઇ કોળી ઉ.વ.39 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ
  3. નારણભાઇ ભગવાનભાઇ કુવરીયા ઉ.વ.65 રહે નવી સુંદરપૂરી, ગાંધીધામ