આડેસર પોલીસે કુલ કિ. 66,600ના મુદ્દામાલ સાથે 6 ખેલીઓને ઝડપ્યા

copy image

 આડેસર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન  તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ મોમાઈમોરા ગામમાં રાણાભાઈ કાનાભાઈ આહિરના રહેણાક મકાનની સામે જાહેર જગ્યામાં અમુક ઈશમો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર દરોડો પાડી કુલ કિ.66,600ના મુદ્દામાલ સાથે 6 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ :

  1. હિરાભાઈ કાના ભાઈ આહીર ઉ.વ. 27 રહે મોમાઈમોરા, રાપર
  2. દલાભાઈ ખંગાભાઈ આહિર ઉ.વ.31 રહે મોમાઈમોરા, રાપર
  3. હરેશભાઈ ભોજભાઈ આહીર ઉ.વ.24 રહે મોમાઈમોરા, રાપર
  4. કરમશીભાઈ રાજશીભાઈ મસુરીયા ઉ.વ.50 રહે મોમાઈમોરા, રાપર
  5. રૂપુભા ઝૂજારસંગ જાડેજા ઉ.વ.58 રહે મોમાઈમોરા, રાપર
  6. રાણાભાઈ કાનભાઇ આહિર ઉ.વ.58 રહે મોમાઈમોરા, રાપર