અંજાર ખાતે આવેલ મેઘપરમા બંધ ઘરના તાળાં તોડી 50 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી સીમ વિસ્તારમાં આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી અમુક ઈશમોએ રૂ.50 હજારના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આ ઘટના બાબતે નિલમબેન ઓમપ્રકાશ શર્મા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આઠ દિવસ પૂર્વે તેઓ તેમના આદિપુર રહેતા પુત્રના ઘરે ગયેલ હતા. ગત તા.19/8 ના રોજ બપોરના અરસામાં ઘરે આવ્યા બાદમાં ગત મંગળવારે તેમના પડોશી વિક્રમભાઇ આહિરે ફોન કરીને જણાવ્યુ હતું કે, તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે. આ અંગે જાણ થતાં ફરિયાદી તેમના પુત્ર સાથે ઘરે પહોંચી જોતાં તસ્કરોએ તાળું તોડી બેડરૂમમાં રાખેલી તિજોરીમાંથી રૂ.30,000 રોકડ, રૂ.11,500 ની કિંમતના ચાંદીના પાયલ તેમજ સિક્કાઓ , રૂ.7,000 ની કિંમતનું ડીવીઆર અને રૂ.2,000 ની કિંમતનું ગેસ સિલિન્ડર મળી કુલ રૂ.50,500 ની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી અગાળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.