અંજારમાથી 3 મહિનામાં પોલીસે 331 વાહનો ડિટેઇન કર્યા
copy image
અંજાર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં સતત ટ્રાફિક ડ્રાઇવ કરી 331 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, તેમજ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ગુના પણ નોંધવામાં આવેલ હતા. મળે માહિતી મુજબ, અંજારમાં સતત વધી રહ્યા વાહન વ્યવહારની સાથે ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં સતત ટ્રાફિક ડ્રાઇવ ચાલુ રાખી જુન 2023 થી તા.15/8 સુધીમાં 303 ટુ-વ્હીલર, 11 ફોર વ્હિલર તેમજ 17 બુલેટ એમ કુલ 331 વાહનો ડીટેઇન કરાયા હતા. ઉપરાંત જોખમી અને ઓવર સ્પીડે ચલાવતા તેમજ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા 47 વાહનચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. અંજાર શહેરમાં ઉઠી રહેલી આડેધડ પાર્કિંગની ફરિયાદો બાદ મુખ્ય બજારમાં પણ સતત મોનિટરિંગ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાહન ચાલકોને અપીલ કરવામાં આવેલ છે કે પોતાની અને બીજાની જીંદગી ન જોખમાય તે અર્થે ટ્રાફિકના તમામ નિયમો અનુશાશન સાથે પાલન કરી વાહન વ્યવહાર કરો.