ભચાઉ ખાતે આવેલ સીતારામપૂરા ચોકમાથી 4 જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સીતારામપૂરા ચોકમાં લાઇટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઈશમો ગોળ કુંડાળું વાળી તીનપત્તી વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને કુલ 21,850ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- ગોકરભાઈ વેલાભાઈ કોલી ઉ.વ.40 રહે સીતારામપુરા, ભચાઉ
- સાજીદભાઈ રફીકભાઈ જમાદાર ઉ.વ.21 રહે સીતારામપુરા, ભચાઉ
- લાલજીભાઇ અરજણભાઇ લુહાર ઉ.વ.28 રહે સીતારામપુરા, ભચાઉ
- મુકેશભાઇ કરશનભાઇ કોલી ઉ.વ.23 રહે મોટી ચીરઈ, ભચાઉ