ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈમાથી 1 લાખ 73 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
copy image
ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈના ગોકુળ ગામ નજીક આવેલ એક ઓરડીમાં ડ્રેસિંગ ટેબલના ગુપ્ત ખાનામાંથી તેમજ કારમાંથી એમ કુલ રૂા. 1,73,250 ના શરાબ સાથે શખ્સની અટક કરવામાં આવી હતી. જ્યારે દારૂ મંગાવનાર શખ્સ પોલીસની પકડથી દૂર હતો. મળેલ માહિતી અનુસાર ભચાઉના નાની ચીરઈ ગામમાં શિવકૃપા નામની ઓફિસ નજીક ઓરડીમાં રહેલ ડ્રેસિંગ ટેબલમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂ સંતાડી તેનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી વાળી જગ્યાએ હાજર મૂળ રાજસ્થાનના દિલિપકુમાર રાજારામ ગર્ગને સાથે રાખી ઓરડીમાં ડ્રેસિંગ ટેબલની તપાસ કરાવામાં આવી હતી. આ ટેબલમાં લાગેલા કાચના નટ બોલ્ટ ખોલી તપાસ કરતાં અંદર ગુપ્ત ખાનું સામે આવ્યું હતું. આ ખાનામાં દારૂની પેટીઓ સંતાડવામાં આવેલ હતી તેમજ આંગણામાં ઊભેલી નંબર વગરની કારમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. બાતમી વાળી જગ્યાએથી કુલ રૂા. 1,73,250નો શરાબનો જથ્થો કબ્જે કરી દિલીપકુમાર ગર્ગની ધરપકડ કરાઈ હતી. તેમજ નાસી છૂટેલા આરોપી વિજય ઝરૂને પકડવા પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.
