ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરીમાથી 18 જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image
ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી સથવારાવાસ શૈતાન ચોકની નજીક અમુક શખ્સો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા, તે દરમીયાન પોલીસે દરોડો પાડી 14,700 ના મુદ્દામાલ સાથે 18 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.