આદિપુરમાં જીમ અર્થે આવેલી યુવતીના મોબાઇલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
આદિપુરમાં ટાગોર રોડ પાસે જીમ અર્થે આવેલ યુવતીનો રૂા. 23,000ના મોબાઇલની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી મુજબ મેઘપર બોરીચી ખાતે આવેલ હરી નિવાસ આશાપુરા સોસાયટીમાં રહેતા જીનલબેન વિપુલ ટાંક દ્વારા આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ફરિયાદ અનુસાર આ યુવતી ગત તા. 24-8ના સાંજના અરસામાં ટાગોર રોડ નજીક આદિપુરમાં ઇટસ માય જીમમાં જીમ કરવા ગયેલ હતા. ત્યાર બાદ પોતાના બેગમાં મોબાઇલ રાખી ગૌતમ સિન્ધી સાથે એસ.આર.સી. સામે જયુશ પીવા ગયેલ હતા ત્યાંથી પાછા આવી પોતાનું મોપેડ લઇ ફરિયાદી ઘરે જવા નીકળ્યા હતા તે દરમીયાન મુંદરા સર્કલ નજીક પહોંચતા બેગમાં મોબાઇલ ન હોવાનું જણાયું હતું. પોલીસે મોબાઇલ ચોરી અંગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ આરંભી છે.