જૂની રવલવાડીમાં આવેલ પિંગલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે
જૂની રવલવાડીમાં આવેલ પિંગલેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પ્રથમ શ્રાવણ માસ (અધિક શ્રાવણ)માં ભાગવત કથા યોજવામાં આવેલ તેમજ બીજા શ્રાવણ માસમાં શિવમહાપુરાણ કથાનું વાંચન તથા શ્લોકોનું ગાયન ક. ૪:૦૦ થી ૭:૩૦ સુધી કરવામાં આવે છે. તો ૨૮/૮/૨૩ના રોજ પાર્થિવ લિંગનું પૂજન અને વિસર્જન કરવામાં આવેલ.
કથામાં આવતા દરેક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવેલ છે.
આજે તા.૨૯/૮/૨૩ મંગલવારે શિવ પર્વતીના વિવાહ ધામધુમથી ઉજવવામાં આવશે. કથાના વક્તા રમીલાબેન ગોસ્વામી દ્વારા કથાનું રસપાન સાદી સરળ ભાષામાં કરવામાં આવે છે.
૨૮/૮ ના યોજાયેલ કાર્યક્રમમાં ગીતાબા ઝાલા, ઋષીલાબા ઝાલા, દશરથબા જાડેજા. રસીકબા જાડેજા ભાનુબેન ગોર, વર્ષાબેન લીંબાચીયા તથા અન્ય બહેનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રંજનબેન ગોસ્વામી તથા વર્ષાબેન ગોરની સમગ્ર ટીમે સંભાળેલ.