અબડાસા તાલુકાના વાંકીની વાડીમાંથી બે જુગાર પ્રેમીઓ ઝડપાયા : ચાર ફરાર

copy image

અબડાસા ખાતે આવેલ વાંકીમાં દિનેશસિંહ બાલુભા જાડેજાની વાડીમાં જાહેર જગ્યામાં ગત અડધી રાતે તીનપત્તીના જુગાર પર જખૌ પોલીસે રેઇડ પાડેલ હતી, જેમાં બે ખેલીઓને ઝડપી પાડવામાં આવેલ હતા જ્યારે ચાર જુગારી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. મળેલ માહિતી અનુસાર દરોડા દરમ્યાન રોકડા રૂા. 2350 તેમજ બે મોબાઇલ કિં. રૂા. 6000 અને ફોર્ડની ઇકો કાર કિં. રૂા. 2,00,000 જપ્ત કરવામાં આવેલ છે. પોલીસે તમામ ખેલીઓ  વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.